મુખ્ય સામગ્રી પર જાઓ
શ્રી ભગવદ્ ગીતા ચેરીટેબલ ટ્રસ્ટસેવા અને સહકાર

ગીતા બહેન પરિવાર

જો તમારું નામ ગીતા છે, તો આ પેજ તમારા માટે છે. હજારો ગીતા બહેનો પહેલેથી આ પરિવારમાં છે. ગામ હોય કે શહેર, દરેક ગીતા બહેનનું સ્વાગત છે.

ગીતા બહેન કોણ છે?

ગીતા નામની કોઈપણ મહિલા, કોઈપણ ઉંમરની, કોઈપણ ગામ કે શહેરની, ગીતા બહેન બની શકે છે. કોઈ ફી નહીં, કોઈ શરત નહીં. બસ સેવામાં સાથ આપવાની ભાવના.

મહાસંમેલનમાં ગીતા બહેનો

ગીતા બહેન બનવાથી શું મળે છે

એક મોટો પરિવાર
હજારો બહેનોનો સાથ, જે સુખ-દુઃખમાં એકબીજા સાથે ઊભી છે.
સેવાની તક
પોતાના ગામ કે શહેરમાં સેવા કાર્યોમાં ભાગ લેવાનો મોકો.
સ્વાવલંબન
રોજગાર, કૌશલ્ય અને આત્મનિર્ભરતાની તકોની માહિતી.
સન્માન અને ઓળખ
મહાસંમેલનમાં દરેક ગીતા બહેનનું સન્માન.

અત્યાર સુધીની સફર

દરેક સંમેલનમાં પહેલાં કરતાં વધુ ગીતા બહેનો જોડાઈ. આ સંખ્યા નથી, વિશ્વાસ છે.

  1. 1,250 ગીતા બહેનો

    રાજકોટ, 2022

    રાજકોટ, મોરબી, જેતપુર, જૂનાગઢ અને દ્વારકાથી બહેનો આવી.

  2. 5,500 ગીતા બહેનો

    સુરત, 2023

    સુરત, વડોદરા, અમદાવાદ, હૈદરાબાદ, મુંબઈ અને અમેરિકા સુધીથી બહેનો આવી.

ગીતા બહેન મહાસંમેલન

25,000 થી વધુ ગીતા બહેનો એક મંચ પર

અમારો ચોથો વિશાળ કાર્યક્રમ. ગીતા નામની બહેનોને એક વિશાળ સેવા પરિવાર સાથે જોડીને સમાજ માટે નવી દિશા બનાવવાનો સંકલ્પ. તમે પણ આવો, તમારા પરિવાર સાથે.

કાર્યક્રમ
ચોથું મહાસંમેલન
તારીખ
20 ડિસેમ્બર 2026
સ્થળ
અમદાવાદ
લક્ષ્ય
25,000+ બહેનો
સંદેશ: રાજકોટ સંમેલનમાં 1100 ગીતા બહેનો

વિશ્વ રેકોર્ડ

ગયા સંમેલનમાં ગીતા બહેનોએ સાથે મળીને એક અનોખો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. આ હજારો બહેનોની એકતાનો પુરાવો છે.

લોકો શું કહે છે

  • 27 વર્ષની કારકિર્દીમાં આવો કાર્યક્રમ જોયો નથી.

    જય વસાવડા

    લેખક અને કટારલેખક

  • અનોખો અને સરસ કાર્યક્રમ હતો, અભિનંદન.

    સાઇરામ દવે

    લોક કલાકાર

  • કાશ મારું નામ પણ ગીતા હોત.

    અનારબેન આનંદીબેન પટેલ

    સુરત સંમેલનમાં

  • સમાજ માટેનું તમારું સેવાકીય અભિયાન પ્રશંસનીય છે.

    મથુરભાઈ સવાણી

    સમાજસેવી

તમારું નામ નોંધાવો

WhatsApp પર તમારું નામ, ગામ કે શહેર અને ફોન નંબર મોકલો. અમારી ટીમ તમારો સંપર્ક કરશે.