ગીતા નામની બહેનોનો સેવા પરિવાર
માત્ર એક નામ નહીં, એક સેવા સંકલ્પ.
જો તમારું નામ ગીતા છે, તો આ પરિવાર તમારો છે. અમે સાથે મળીને વૃદ્ધોને ભોજન, બાળકોને શિક્ષણ અને જરૂરિયાતમંદ પરિવારોને સહારો આપીએ છીએ.

આગામી મહાસંમેલન
20 ડિસેમ્બર 2026, અમદાવાદ
25,000+ ગીતા બહેનો એક મંચ પર
અમે કોણ છીએ
શ્રી ભગવદ્ ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટનું એક સેવા સંગઠન છે. અમારી ઓળખ છે ગીતા નામની હજારો બહેનો, જે સાથે મળીને સમાજના જરૂરિયાતમંદ લોકોની સેવા કરે છે. અમારો હેતુ માત્ર મદદ કરવાનો નથી, પણ દરેક વ્યક્તિને સન્માનથી જીવવાનો રસ્તો બતાવવાનો છે.
અમારી કહાની વાંચોજ્યાં જરૂર, ત્યાં સેવા
દરરોજ, દરેક ઋતુમાં, અમારી સેવાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે છે.
વૃદ્ધો માટે નાસ્તો
દર શનિવાર અને રવિવાર, સવારે 8 થી 10, માત્ર ₹5 માં.
ટિફિન સેવા
નિરાધાર વૃદ્ધો અને જરૂરિયાતમંદોના ઘર સુધી ભોજન.
હોસ્પિટલ સહાય
ઓપરેશન ટોકન દરે, તપાસ રાહત દરે.
પુસ્તક વિતરણ
ગરીબ અને અનાથ બાળકોને પુસ્તકો અને ભણતરની સામગ્રી.
ગરબા અને માટલા વિતરણ
નવરાત્રિમાં બહેનોને નિઃશુલ્ક ગરબા, ઉનાળામાં માટલા.
ગૌ સેવા
ગાયો માટે ઘાસચારો અને માવજત.
શું તમારું નામ ગીતા છે?
તો તમે પહેલેથી જ આ પરિવારનો ભાગ છો. ગીતા બહેન બનવું એટલે સેવામાં સાથ આપવો, એકબીજાનો સહારો બનવો અને પોતાના નામને નવી ઓળખ આપવી. ગામ હોય કે શહેર, દરેક ગીતા બહેનનું સ્વાગત છે.
- સેવા કાર્યોમાં સહભાગિતા
- બહેનોનું પરસ્પર સહયોગ નેટવર્ક
- રોજગાર અને સ્વાવલંબનની તકો
- મહાસંમેલનમાં સન્માન અને ઓળખ


એક વિશ્વ રેકોર્ડ, હજારો બહેનોની એકતા
ગીતા બહેનોએ સાથે મળીને એક અનોખો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. આ માત્ર રેકોર્ડ નથી, હજારો બહેનોના વિશ્વાસ અને સંકલ્પની ઓળખ છે.
રેકોર્ડ વિશે વાંચોઅમારી સેવા, તમારી નજરે
કાર્યક્રમો અને સેવા પ્રવૃત્તિઓના વિડિયો જુઓ.
ગીતા બહેન મહાસંમેલનની ઝલક
નિઃશુલ્ક નાસ્તા કેન્દ્ર, એક સવાર
વિશ્વ રેકોર્ડની ક્ષણ
લોકો શું કહે છે
27 વર્ષની કારકિર્દીમાં આવો કાર્યક્રમ જોયો નથી.
જય વસાવડા
લેખક અને કટારલેખક
અનોખો અને સરસ કાર્યક્રમ હતો, અભિનંદન.
સાઇરામ દવે
લોક કલાકાર
કાશ મારું નામ પણ ગીતા હોત.
અનારબેન આનંદીબેન પટેલ
સુરત સંમેલનમાં
સમાજ માટેનું તમારું સેવાકીય અભિયાન પ્રશંસનીય છે.
મથુરભાઈ સવાણી
સમાજસેવી
સભ્ય બનો, સેવા પરિવારનો ભાગ બનો
સભ્યપદથી તમે અમારા કાર્યક્રમો, સહયોગ નેટવર્ક અને સભ્યોની સુવિધાઓ સાથે જોડાઓ છો. બધું તમારા ફોન પર.
તમારું યોગદાન, કોઈના જીવનનો સહારો
તમારી મદદથી ભોજન, શિક્ષણ અને હોસ્પિટલ સહાય વધુ લોકો સુધી પહોંચે છે.
